101 વડે ગુણાકાર

કોઈ પણ 11 થી 99 સુધીની સંખ્યાનો ગુણાકાર 101 સાથે કરવો હોય તો તે સંખ્યા બે વાર લખવાથી જવાબ મળે છે.

  • 17 x 101 = 1717
  • 16 x 101 = 1616
  • 80 x 101 = 8080
  • 89 x 101 = 8989

જો સંખ્યા 101 થી 199 સુધી હોય તો તે સંખ્યામાં 1 ઉમેરી છેલ્લા બે આંકડા મૂકવા.

  • 132 x 101 = 13332 [132 + 1 = 133 અને છેલ્લા બે આંકડા = 32]
  • 142 x 101 = 14342 [142 + 1 = 143 અને છેલ્લા બે આંકડા = 42]
  • 189 x 101 = 19089 [189 + 1 = 190 અને છેલ્લા બે આંકડા = 89]
  • 109 x 101 = 11009 [109 + 1 = 110 અને છેલ્લા બે આંકડા = 09]

જો સંખ્યા 201 થી 299 હોય તો 2 ઉમેરી છેલ્લા બે આંકડા મૂકવા, જો 301 થી 399 હોય તો 3 ઉમેરી છેલ્લા બે આંકડા મૂકવા.

  • 241 x 101 = 24341 [241 + 2 = 243 અને છેલ્લા બે આંકડા = 41]
  • 231 x 101 = 23331 [231 + 2 = 233 અને છેલ્લા બે આંકડા = 31]
  • 335 x 101 = 33835 [335 + 3 = 338 અને છેલ્લા બે આંકડા = 35]
  • 345 x 101 = 34845 [345 + 3 = 348 અને છેલ્લા બે આંકડા = 45]

Leave a Comment