GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.1

Gujarat Board – GSEB Solutions Class 6 Maths Chapter 1 સંખ્યા પરિચય Ex 1.1 Textbook Exercise Questions and Answers by Gujarat1.com.

1. ખાલી જગ્યા પૂરોઃ

  • (a) 1 લાખ = દસ ……… હજાર
  • (b) 1 મિલિયન = ……… સો હજાર
  • (c) 1 કરોડ = …… દસ લાખ
  • (d) 1 કરોડ = …… મિલિયન
  • (e) 1 મિલિયન = ……… લાખ

ઉત્તરઃ

  • (a) 1 લાખ = દસ દસ હજાર
  • (b) 1 મિલિયન = દસ સો હજાર
  • (c) 1 કરોડ = દસ દસ લાખ
  • (d) 1 કરોડ = દસ મિલિયન
  • (e) 1 મિલિયન = દસ લાખ

2. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખોઃ

  • (a) તોતેર લાખ પંચોતેર હજાર ત્રણ સો સાત
  • (b) નવ કરોડ પાંચ લાખ એકતાળીસ
  • (c) સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણ સો બે
  • (d) અઠ્ઠાવન મિલિયન ચાર સો તેવીસ હજાર બસો બે
  • (e) તેવીસ લાખ ત્રીસ હજાર દસ

ઉત્તરઃ

  • (a) તોતેર લાખ પંચોતેર હજાર ત્રણ સો સાત = 73,75,307
  • (b) નવ કરોડ પાંચ લાખ એકતાળીસ = 9,05,00,041
  • (c) સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણ સો બે = 7,52,21,302
  • (d) અઠ્ઠાવન મિલિયન ચાર સો તેવીસ હજાર બસો બે = 58,423,202
  • (e) તેવીસ લાખ ત્રીસ હજાર દસ = 23,30,010.

3. અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો:

  • (a) 87595762
  • (b) 8546283
  • (c) 99900046
  • (d) 98432701

ઉત્તરઃ

  • (a) 8,75,95,762 : આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાત સો બાસઠ
  • (b) 85,46,283 : પંચાશી લાખ છેતાળીસ હજાર બસો ત્યાશી
  • (c) 9,99,00,046: નવ કરોડ નવ્વાણું લાખ છેતાળીસ
  • (d) 9,84,32,701 : નવ કરોડ ચોરાશી લાખ બત્રીસ હજાર સાત સો એક

4. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો:

  • (a) 78921092
  • (b) 7452283
  • (c) 99985102
  • (d) 48049831

ઉત્તરઃ

  • (a) 78,921,092 : ઇઠોતેર મિલિયન નવ સો એકવીસ હજાર બાણું
  • (b) 7,452,283 સાત મિલિયન ચાર સો બાવન હજાર બસો ત્યાશી
  • (c) 99,985,102: નવ્વાણું મિલિયન નવ સો પંચાશી હજાર એક સો બે
  • (d) 48,049,831 : અડતાળીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠ સો એકત્રીસ

Leave a Comment