Gujarat Board – GSEB Solutions Class 7 Science Chapter 1 “વનસ્પતિમાં પોષણ” Textbook Questions and Answers and Textbook Activities only on Gujarat1.com
GSEB Class 7 Science Textbook Solutions Gujarat Board in Gujarati Medium
1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે?
સજીવોને કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા મેળવવા, શરીરમાંથી થતી ભંગતૂટના સુધારણા તેમજ શરીરને તંદુરસ્ત અને નીરોગી રાખવા, શરીરની વૃધ્ધિ અને વિકાસ માટે ખોરાકની જરૂર હોય છે.
2. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો.
પરોપજીવી | મૃતોપજીવી |
---|---|
તે પોતાનું પોષણ બીજી કોઈ વનસ્પતિ પાસેથી લે છે. | તે મૃત પામેલ અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. |
તે બીજી વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે. | તે સડતા પદાર્થો પર પાચકરસનો સ્ત્રાવ આરી દ્રાવણ બનાવી તેમાંથી પોષણ મેળવે છે. |
તે પોષણમાટે બીજી વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે. | તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. |
અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. | મોટા ભાગની ફૂગ મૃતોપજીવી છે. |
3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો?
પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે.
- કોઈ એક છોડને 72 કલાક માટે સૂર્ય પ્રકાશમાં રાખો.
- આ છોડનું એક પર્ણ લો.
- આ પર્ણને કોઈ પાણી ભરેલ પાત્રમાં 5-6 મિનિટ માટે ઉકાળો.
- ત્યારબાદ તે પર્ણને બહાર કાઢી આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને એ પર્ણનો લીલો રંગ દૂર કરો.
- ત્યારબાદ તે પર્ણ પર બે-ત્રણ ટીપાં આયોડિન (મીઠાનું દ્રાવણ) નાખી તેના રંગનું નિરિક્ષણ કરો.
- પર્ણનો રંગ ભૂરો-કાળો થશે. જે પર્ણમાં રહેલ સ્ટાર્ચની હાજરીનું સૂચન કરે છે.
4. લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.
- લીલી વનસ્પતિનાં પર્ણોમાં હરિતદ્રવ્ય નામનું રંજકદ્રવ્ય આવેલું હોય છે.
- આ હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) પર્ણને સૂર્ય-ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે.
- આ શોષણ પામેલ ઉર્જા પર્ણમાં કાર્બન-ડાયોક્સાઈડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે.
- આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સુર્ય પ્રકાશની હાજરીમાં કાર્બન-ડાયોક્સાઈડ અને પાણીની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે.
- જેમાં વનસ્પતિ કાર્બોદિત પદાર્થને ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઑક્સીજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે જે પ્રક્રિયાને પ્રકાશ-સંશલેશનની ક્રિયા કહે છે. જેનું સમીકરણ નીચે મુજબ છે.
5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે ‘વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે.’
6. ખાલી જગ્યા પૂરોઃ
(a). લીલી વનસ્પતિ …………… કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
ઉત્તરઃ સ્વાવલંબી
(b). વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ……….. સ્વરૂપે સંગ્રહ પામે છે.
ઉત્તરઃ સ્ટાર્ચ
(c). પ્રકાશસંશ્લેષણમાં સૂર્ય-ઊર્જા ……… નામના રંજકદ્રવ્ય દ્વારા શોષણ પામે છે.
ઉત્તરઃ હરિતદ્રવ્ય (ક્લોરોફિલ)
(d). પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ………. વાયુ લે છે અને ………. વાયુ મુક્ત કરે છે.
ઉત્તરઃ કાર્બન ડાયૉક્સાઈડ, ઑક્સિજન
7. નીચેનાનાં નામ આપોઃ
(i). પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ
ઉત્તરઃ અમરવેલ
(ii). સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ.
ઉત્તરઃ કળશપર્ણ
(iii). પર્ણમાં વાતવિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે
ઉત્તરઃ પર્ણરંધ્રો
8. સાચો વિકલ્પ પસંદ કરોઃ
પ્રશ્ન 1. અમરવેલ એ ………નું ઉદાહરણ છે.
A. સ્વયંપોષી
B. પરપોષી
C. મૃતોપજીવી
D. યજમાન
ઉત્તરઃ પરપોષી
પ્રશ્ન 2. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે.
A. અમરવેલ
B. જાસૂદ
C. કળશપર્ણ
D. ગુલાબ
ઉત્તરઃ કળશપર્ણ
9. કૉલમ ‘I’ અને કૉલમ ‘II’નાં જોડકાં જોડોઃ
કૉલમ “I’ | કૉલમ ‘II’ |
---|---|
(1) હરિતદ્રવ્ય | (a) બૅક્ટરિયા |
(2) નાઈટ્રોજન | (b) પરપોષી |
(3) અમરવેલ | (c) કળશપર્ણ |
(4) પ્રાણીઓ | (d) પર્ણ |
(5) કીટકો | (e) પરોપજીવી |
ઉત્તરઃ (1) → (d), (2) → (a), (3) → (e), (4) → (b), (5) → (c).
10. સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરોઃ
(i) પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયૉક્સાઈડ મુક્ત થાય છે.
ઉત્તરઃ (F)
(ii) જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને – મૃતોપજીવી કહે છે.
ઉત્તરઃ (F)
(iii) પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
ઉત્તરઃ (T)
(iv) પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્ય-ઊર્જા એ રાસાયણિક-ઊર્જામાં રૂપાંતરિત થાય છે.
ઉત્તરઃ (T)
11. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ
પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ લે છે?
A. મૂળરોમ
B. પર્ણરંદ્ર
C. પર્ણશિરા
D. વજપત્ર
ઉત્તર: B. પર્ણરંદ્ર
12. નીચે આપેલા વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો:
વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઈડ મુખ્યત્વે ……… દ્વારા લે છે.
A. મૂળ
B. પ્રકાંડ
C. પુષ્પો
D. પર્ણ
ઉત્તર: D. પર્ણ
13. ખેડૂતો મોટા ગ્રીનહાઉસમાં ઘણાં ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય?
ઉત્તર: ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીનાં છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે.
ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે:
- ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કૂમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે. તેથી ખેડૂતોને પાકનો ઉતાર સારો થાય છે.
- ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતાં નથી. તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે.
- ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીનહાઉસમાં શકય બને છે.