આ ડોમેન વેચવાનું છે સંપર્ક (8140676807) કરો. gujarat1.com અને gujaratone.com માત્ર : ₹ 44,000

GPSC Questions – 1

  1. સાબરમતીથી દાંડી સુધીની દાંડી કૂચ કેટલા દિવસ માટે થઈ ?: 24
  2. 1949માં કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ? : સરદાર પટેલ
  3. સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ? : શનિ
  4. બુધ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના કયા નામે ઓળખાય છે ? : ધર્મચક્રપ્રવર્તન
  5. મૌર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો ? : સમાહર્તા
  6. કયા રાજાએ ગીરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ? : સ્કન્દગુપ્ત
  7. ભારતમાં શુધ્ધિ આંદોલનની શરૂઆત કોણે કરી ?: દયાનંદ સરસ્વતી
  8. સાલબાઈની સંધિ 1782માં અંગ્રેજો અને કોની વચ્ચે થઈ ? : મરાઠા
  9. માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય કયું છે ? : વાયુનું વહન
  10. ભગતનું ગામ તરીકે ક્યુ ગામ જાણીતું છે ? : સાયલા
  11. કોણે મોરબી રાજ્યમાં ટેલીફોન સંદેશાવ્યવહાર શરૂ કર્યો ? : વાઘજી રાવજી-II
  12. એપ્રિલ 1934માં કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા “જ્યોતિ સંઘ”ની સ્થાપના કરી હતી ?: મૃદુલા સારાભાઈ
  13. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ? : કરાંચી, 1931
  14. ભાવનગર રાજ્યમાં કોણે રાજ્ય પરિષદની સ્થાપના દ્વારા સંવૈધાનિક રાજની શરૂઆત કરી ? : તખ્તસિંહજી
  15. કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ? : નરસિંહવર્મન-I
  16. સપ્ટેમ્બર 1923માં “સ્વરાજ આશ્રમ સંઘ”ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ? : વલ્લભભાઈ પટેલ
  17. સૌ પ્રથમ આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી ? : મુંબઈ
  18. કઈ બૌધ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ? : ચોથી
  19. રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો કઈ ભાષામાં છે ? : સંસ્કૃત
  20. ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરૂધ્ધ મદદ કરી ? : રાધાગુપ્ત
  21. જ્યારે સીડી (CD)ને સૂર્ય પ્રકાશમાં જોવામાં આવે ત્યારે મેઘધનુષ્ય પ્રકારના રંગો દેખાય છે. આ બાબતને કઈ ઘટનાને આધા૨ે સમજાવી શકાય ? : રીફ્રેકશન, વિવર્તન અને પ્રવાહન
  22. સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ? : રૂદ્ર
  23. આદિવાસીઓમાં હોળીનૃત્ય પ્રસંગે અને સમૂહનૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ જણાવો. : રમઝોળ
  24. સિયોતની પ્રખ્યાત ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ? : કચ્છ
  25. હિંદુ વૃધ્ધિ દર એટલે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ છ પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન પ્રાપ્ત કરેલ 3.70% વાર્ષિક વૃધ્ધિ દર. આ હિંદુ વૃધ્ધિ દરનો ખ્યાલ ……….. દ્વારા અપાયો. : રાજ કૃષ્ણ

3 thoughts on “GPSC Questions – 1”

Leave a Comment