ભાવનગર યુનિવર્સીટી સેમેસ્ટર-4 માટે B.A, B.Com, BCA, BBA, B.Sc અને અન્ય કોર્સોની હોલ ટીકીટ આવી ગઈ છે
ભાવનગર યુનિવર્સીટી દ્વારા સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓ માટે હોલ ટીકીટ જાહેર કરવામાં આવી છે. B.A, B.Com, BCA, BBA, B.Sc અને અન્ય કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હવે વિદ્યાર્થીએ પોતાની હોલ ટીકીટ યુનિવર્સીટીની અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવી રહેશે. પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થીઓએ પોતાનું એડમિટ કાર્ડ સમયસર ડાઉનલોડ કરી લેવું જરૂરી છે, જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે તમારે યુનિવર્સીટીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને “Student Corner” માં “Hall Ticket” ઓપ્શન પસંદ કરવું પડશે. ત્યારબાદ તમારું રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમારું એડમિટ કાર્ડ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.
વિદ્યાર્થીઓએ આ હોલ ટીકીટ સાથે કોઈ પણ માન્ય ઓળખપત્ર જેવી કે આધાર કાર્ડ, કોલેજ ID કાર્ડ વગેરે પણ પરીક્ષા દરમિયાન લઈ જવું ફરજિયાત રહેશે. કોઈ પણ ભૂલથી બચવા માટે પરીક્ષા પહેલા હોલ ટીકીટ સારી રીતે ચકાસી લેવી.
➤ હોલ ટીકીટ ડાઉનલોડ લિંક:
Click Here
વિશેષ નોંધ: કોઈ ટેક્નિકલ તકલીફ આવતી હોય તો યુનિવર્સીટીના સંપર્ક વિભાગમાં સંપર્ક કરો અથવા તમારી કોલેજના ઓફિસ સ્ટાફને જાણ કરો.