GSEB Solutions Class 12 Economics Chapter 1 અર્થશાસ્ત્રમાં આલેખ

Gujarat Board – GSEB Solutions Class 12 Economics Chapter 1 “અર્થશાસ્ત્રમાં આલેખ” Textbook Questions and Answers and Textbook Activities only on Gujarat1.com

GSEB Class 12 Economics Textbook Solutions Gujarat Board in Gujarati Medium

1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો :

(1) આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?

(અ)સતત

(બ)અસતત

(ક)વિષમ

(ડ)આદર્શ

જવાબ: અસતત

(2) આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે ?

(અ)સતત

(બ)અસતત

(ક)વિસ્તાર

(ડ)આદર્શ

જવાબ: સતત

(3) નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે?

(અ)સાદી સ્તંભ આકૃતિ અને પાસ-પાસેની સ્તંભ આકૃતિ

(બ)વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ

(ક)પાસ-પાસેની સ્તંભ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ

(ડ)વૃત્તાંશ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ

જવાબ: સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસેની સ્તંભ આકૃતિ

(4) આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે ?

(અ)અભ્યાસ માટેનું એક સાધન છે.

(બ)અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે.

(ક)શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે.

(ડ)યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે.

જવાબ: અભ્યાસ માટેનું એક સાધન છે.

(5) આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે ?

(અ)ખાનગી પ્રકાશકો

(બ)શાળાઓ

(ક)પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે

(ડ)સામાન્ય વ્યક્તિઓ

જવાબ: પ્રયોગશાળાઓ, સંશોધનકેન્દ્રો, સરકાર વગેરે

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

(1) આકૃતિ એટલે શું ?

જવાબ: અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ.

(2) આલેખ એટલે શું ?

જવાબ: સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ.

(3) સ્તંભ આકૃતિ એટલે શું ?

જવાબ: કોઈ એક આધાર (સમય, પ્રદેશ, સ્થળ) પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે આલેખ.

(4) વૃત્તાંશ આકૃતિ એટલે શું ?

જવાબ: કુલ માહિતીના પેટાવિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહે છે.

(5) ડેટા CD એટલે શું?

જવાબ: અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા CD કહે છે.

3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

(1) આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે?

આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ.

  • આકૃતિ દોરવાના કારણો:
    • વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાત કરીને આકર્ષણ ઊભું કરે છે.
    • રાજ્ય / કેન્દ્ર સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આકૃતિ દ્વારા આપે છે.
    • સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવા કે સમાજમાં જાગૃતિ ફેલાવવા આકૃતિ દોરવામાં આવે છે.
    • આર્થિક પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવા આકૃતિ દોરવામાં આવે છે.
(2) આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે?

આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ.

  • આલેખ દોરવા માટેના કારણો:
    • અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો કે વ્યાખ્યાઓની સરળ સમજૂતી આપવા માટે આલેખ દોરવામાં આવે છે.
    • સમાજમાં આવતાં પરિવર્તનો અને તેના વલણો સ્પષ્ટ કરવા આકૃતિ દોરવામાં આવે છે.
    • ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તન કે નિયમિત પરિવર્તનોને રજૂ કરવા અને તેનો અભ્યાસ કરવા આલેખ દોરવામાં આવે છે.
(3) અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્ત્વ જણાવો.

આકૃતિ અને આલેખનું મહત્ત્વ આ મુજબ છે.

  • અર્થશાસ્ત્રનો અટપટો લાગતો અભ્યાસ આકૃતિ અને આલેખ દ્વારા સરળ અને સ્પષ્ટ બને છે.
  • અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતાં ફેરફારોના વલણો સરળતાથી જાણી શકાય છે અને સહેલાઇથી સમજી શકાય છે.
  • આલેખ કે આકૃતિ દ્વારા સમય અને શક્તિનો બચાવ થાય છે.
  • સમયે સમયે થતા ફેરફારો સરળતાથી સરખાવી શકાય છે.
(4) અભ્યાસ કરવામાં કમ્યુટર ટેક્નોલૉજી કઈ રીતે ઉપયોગી બને છે?
  • આધુનિકયુગ એ ટેકનોલોજીનો યુગ ગણાય છે.
  • આપણા રોજિંદા જીવનમાં એકબીજાના સંપર્કમાં રહેવા તથા રોજબરોજના કાર્યો કરવા કમ્યુટર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
  • અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે આથી આપણા જીવનમાં કમ્યુટરનું મહત્ત્વ વધી જાય છે.
  • જટિલ આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજવા માટે કમ્યુટર જરૂરી છે.
  • એક્સલ વર્કશીટ બનાવવા માટે તથા આંકડાકીય માહિતીના સંગ્રહ માટે કમ્યુટર મહત્ત્વનું છે.
  • આકૃતિ અને આલેખને સરળતાથી દોરવા માટે પણ કમ્યુટરનો સહારો લેવામાં આવે છે.
  • વિશાળ માહિતીને કમ્યુટર દ્વારા સંગ્રહ કરી શકાય છે.
  • પેન ડ્રાઈવ, CD, મેમરી કાર્ડ, હાર્ડ ડિસ્ક તેમજ હાલના અત્યાધુનિક યુગમાં ઈ-મેલ દ્વારા પણ માહિતી સાચવી શકાય છે અને વિશ્વના કોઈપણ ખૂણે મોકલી શકાય છે. આજે dropbox, Google Drive, DIGI LOCKER જેવા કમ્યુટર પ્રોગ્રામો આપણને સરળતાથી ઉપલબ્ધ છે.
  • આજના યુગમાં ટેબ્લેટ અને મોબાઈલ દ્વારા પણ આપણા જીવનને અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.
(5) ડેટા CD (Compact Disc) પર નોંધ લખો.
  • કેટલીક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી વિભાગો સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને તેની આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. આ અહેવાલના આધારે CD તૈયાર કરીને બજારમાં વેચવા માટે મૂકે છે. આ પ્રકારની CD શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદે છે અને તેના ઉપયોગ દ્વારા ઉચ્ચ અભ્યાસ તેમજ સંશોધન કરે છે.
  • ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની CD, વસ્તીગણતરીના આંકડાની CD, ઔદ્યોગિક સર્વેની CD, તથા NSSO (National Sample Survey Office) ની CD ઉપલબ્ધ છે.
  • CMIE (Centre for Monitoring Indian Economy) જેવી સંસ્થાઓ પણ CD બનાવે છે તથા સૉફ્ટવેર તૈયાર કરે છે.
  • CD વાપરવાની મુશ્કેલીઓ/મર્યાદા: આ પ્રકારની CDમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી આપેલ હોવાથી જ્યારે આપણે જરૂર હોય ત્યારે આંકડાકીય માહિતી શોધવી ખૂબ જ મુશ્કેલ પડે છે તેમજ તેના ઉપયોગ માટે અનેક સૉફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે જે બધા માટે સરળ નથી.

4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો :

(1) આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.

આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે,

  • આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત : કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દા.ત., કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે.
  • સ્પષ્ટતા : ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ.
  • ચોક્કસ સ્કેલ-માપ : આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ-માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને.
  • આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી : આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે.
  • આંકડાકીય માહિતીનો સ્ત્રોત : આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે.
  • આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી : જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય, તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલાં આંકડાશાસ્ત્રનાં સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે.
(2) સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
  • સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
  • દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી.
  • દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ.
  • દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઊગમબિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ.
  • દરેક સ્તંભ ‘X’ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય છે. આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ (‘Y’ ધરીથી આડા) દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે.
  • દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ, પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઊગમબિંદુથી પહેલો દોરવામાં આવે છે.
(3) આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો.
આકૃતિઆલેખ
અસતત માહિતી આકૃતિ દ્વારા રજૂ થાય છે.સતત માહિતી આલેખ દ્વારા રજૂ થાય છે.
આકૃતિ દોરવા માટે X અને Y ધરી જરૂર નથી.આલેખ X અને Y ધરી પર જ રજૂ થાય છે.
આકૃતિ દ્વારા માહિતીને આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે.આલેખમાં રજૂ થતી માહિતી બિન આકર્ષક હોય છે.
આકૃતિમાં રજૂ થતી માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે.આલેખમાં રજૂ થતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી.
સામાન્ય જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ આકૃતિ સમજી શકે છે.આલેખ સમજવા માટે વિશેષ જ્ઞાન હોવું જરૂરી છે.
આકૃતિ સાદા કાગળ પર પણ દોરી શકાય છે.આલેખ માત્ર ગ્રાફપેપરમાં જ દોરી શકાય છે.
વિજ્ઞાપન કંપની આકૃતિઓનો વધુ ઉપયોગ કરે છે.સંશોધનકાર કે ઉચ્ચ અભ્યાસ કરનાર વ્યક્તિઓ આલેખનો વધુ ઉપયોગ કરે છે.
આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત
(4) અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેક્નોલૉજીનો ઉપયોગ સમજાવો.

આપણે સૌ ઇન્ટરનેટનો પુષ્કળ ઉપયોગ કરીએ છીએ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં પણ ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી છે.

  • ટ્યૂટોરીયલ (જાતે ભણવું): કેટલીક વેબસાઇટ પર આપણા વિવિધ વિષયનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવે છે અને તે Open Access link પર મૂકવામાં આવે છે. આપણે આ મટીરિયલ વાંચી શકીએ છીએ. તેથી આપણા શિક્ષણનો હેતુ પૂર્ણ થાય છે.
  • ત્વરિત શિક્ષણ મેળવવા માટે: કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેમના નિષ્ણાતોના ભાષણના વિડીયો Open access link પર મૂકે છે. જેના દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવા અને શીખવા મળે છે. આમ, આપણે ત્વરિત શિક્ષણ મેળવી શકીએ છીએ.
  • વાંચવા લાયક સામગ્રી: ઈન્ટરનેટની વિવિધ વેબસાઈટ પર અસંખ્ય પુસ્તકો વિના મૂલ્ય વાંચવા માટે મળે છે. આ ઉપરાંત જે તે વિષયના લેખકો, નિષ્ણાતો વગેરે તેમના લેખો, જર્નલો વાંચવા માટે મૂકે છે, જેનો આપણને લાભ મળે છે. આ સામગ્રીને e-Books કે e-Journals કહે છે.
  • વિવિધ માહિતી મેળવવા: ઇન્ટરનેટ પર સર્ચ કરીને આપણે વિવિધ યુનિવર્સિટીની માહિતી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી આપણે સર્ચ કરી શકીએ છીએ.
  • અન્ય માહિતી મેળવવા માટે ઉપયોગી: ઈન્ટરનેટ પર સર્ચ કરીને આપણે અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કવૉટ, રેફરન્સ બુક્સ વગેરેની માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ.
  • આંકડાકીય માહિતી: ઇન્ટરનેટનો ઉપયોગ આંકડાકીય માહિતી મેળવવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. અર્થશાસ્ત્રની માહિતી વિશ્વસનીય અને અધિકૃત વેબસાઈટ પરથી મેળવવા માટે ઇન્ટરનેટ ઉપયોગી છે. દા.ત, R.B.Iની વેબસાઈટ પરથી આપણને બૅન્કિંગ સેવાને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. તો નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી અંદાજપત્રની માહિતી મળે છે. આ ઉપરાંત UNO, CSO, NSSO વગેરેની વેબસાઈટ પરથી જરૂરી માહિતી મેળવી શકાય છે.
(5) કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગનાં ભયસ્થાનો જણાવો.

આધુનિક યુગ એ ટેકનોલૉજીનો યુગ છે. આપણા રોજિંદા જીવનમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટનો સતત ઉપયોગ થાય છે. પરંતુ તેના કેટલાક ભયસ્થાનો છે જે આ મુજબ છે.

કમ્પ્યુટરના ઉપયોગના ભયસ્થાનો :

  • કમ્પ્યુટર એક યંત્ર કે સાધન છે તેને જ્ઞાન કે અભ્યાસ સામગ્રી ગણવી જોઈએ નહીં. હા, કમ્પ્યુટરથી અભ્યાસ સરળ બને છે પરંતુ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસના અવેજી તરીકે કરી શકાય નહીં.
  • કમ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પણ એક સાધન છે, તે શિક્ષક કે આપણી પોતાની વિચારશક્તિ અને તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહિ.
  • જો આપણને કમ્પ્યુટરના ઉપયોગની પૂરી જાણકારી ન હોય તો આકૃતિ કે આલેખ દોરવામાં મુશ્કેલી પડે છે.
  • ઘણીવાર કમ્પ્યુટરમાં આપેલ માહિતી જો યોગ્ય જગ્યાએ સેવ કરવામાં ન આવે તો તે જરૂર હોય ત્યારે મળતી નથી અથવા ડીલિટ પણ થઈ શકે છે.
  • જો કમ્પ્યુટર સીસ્ટમ કરપ્ટ થાય તો તેમાં રહેલી તમામ માહિતી નાશ પામે છે.

ઈન્ટરનેટના ઉપયોગોના ભયસ્થાનો :

  • ઇન્ટરનેટ પણ કમ્પ્યુટરની જેમ એક સાધન છે. તે આપણી વિચારશક્તિ કે તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં.
  • ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. વાંચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે.
  • ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલી માહિતી વિશ્વાસપાત્ર છે કે નહીં તે જાણવું જોઈએ.
  • કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ નહિ તો ગેરમાર્ગે દોરવાઈ જવાય.
  • આજે ઇન્ટરનેટ પર દરેક વેબસાઈટ સમયસર માહિતી અપડેટ કરતા નથી આથી ઘણીવાર તે માહિતી સત્યથી દૂર હોય છે.
(6) અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્ત્વ છે ?

અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખ ખૂબ જ ઉપયોગી છે. આંકડાકીય માહિતીને સરળ અને સચોટ રીતે રજૂ કરવા માટે આલેખ કે આકૃતિ ઉપયોગી છે. જેનું મહત્ત્વ આ મુજબ છે.

  • સરળ અભ્યાસ સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે.
  • વલણ: અર્થતંત્રમાં આવતાં કેટલાંક પરિબળોનાં જુદાં-જુદાં વર્ષોનાં વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે.
  • ફેરફાર: ખેતી, ઉદ્યોગ, સેવા, બજાર, વ્યાપાર વગેરે ક્ષેત્રોમાં આવતા ફેરફારો આલેખ દ્વારા સરળતાથી જાણી શકાય છે.
  • સરખામણી: વર્ગ, જ્ઞાતિ, દેશ, પ્રદેશ વગેરેની માહિતી આકૃતિ કે આલેખ દ્વારા સરખામણી કરીને સમજાવી શકાય છે.
  • સમય શક્તિનો બચાવ: અર્થશાસ્ત્રની અઘરી લાગતી બાબતો સમજવા કે સમજાવવા, લખનાર કે વાંચનાર માટે આકૃતિ સમય અને શક્તિનો બચાવ કરે છે.
  • સિધ્ધાંતોની સમજણ: અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે જેમ કે માંગ-પુરવઠો, વિસ્તરણ-સંકોચન, વધારો-ઘટાડો કયા સિદ્ધાંતના આધારે કામ કરે છે અને તેમાં કેવી રીતે પરિવર્તન આવે છે તે આલેખ દ્વારા જાણી શકાય છે.
  • આમ, સામાન્ય પ્રજા અને નિષ્ણાતો માટે આકૃતિ અને આલેખ ખૂબ જ મહત્ત્વના છે.

5. નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો :

(1) આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો.

સામાન્ય રીતે આકૃતિના ત્રણ પ્રકારો પડે છે.

  1. સમય આધારિત રેખાકૃતિ
  2. સ્તંભ આકૃતિ
  3. વૃત્તાંશ આકૃતિ

સમય આધારિત રેખા-આકૃતિ :

  • સામાન્ય રીતે રેખા-આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દા.ત., માંગરેખા, પુરવઠા રેખા વગેરે.
  • આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ X ધરી પર અને પરતંત્ર ચલ Y ધરી પર દર્શાવાય છે.
  • સમયના સંદર્ભમાં કોઈ એક ચલનાં સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દા.ત., વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખા-આકૃતિ કહી શકાય.

સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો :

  • સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દા.ત., જુદા-જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ.
  • આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે.
  • દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની ઊંચાઈ (લંબાઈ) તે વિભાગ/સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. આમ, સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે.
  • સ્તંભ આકૃતિ સામાન્ય રીતે ત્રણ પ્રકારની જોવા મળે છે : (A) સાદી સ્તંભ આકૃતિ (B) પાસ-પાસેની સ્તંભ આકૃતિ (C) વિભાજિત સ્તંભ આકૃતિ.
  • સાદી સ્તંભ આકૃતિ : સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર, જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરે છે.
  • પાસ-પાસેની સ્તંભ આકૃતિ : આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોનાં મૂલ્યો દર્શાવતાં જુદા-જુદા સ્તંભો દોરવામાં આવે છે.
  • વિભાજિત સ્તંભ આકૃતિ : જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. સ્તંભના પેટા વિભાગોને અલગ-અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે.

સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

  • દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી.
  • દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ.
  • દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઊગમબિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ.
  • દરેક સ્તંભ ‘X’ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. જેના પર દર્શાવાતા પરિબળને આધાર કહેવાય છે. આજના આધુનિક યુગમાં કયૂટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ (Y ધરીથી આડા) દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે.
  • દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ, પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઊગમબિંદુથી પહેલો દોરવામાં આવે છે.

વૃત્તાંશ આકૃતિ:

  • વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ.
  • એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે.
  • જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે.
  • વર્તુળનું ક્ષેત્રફળ 360° હોવાથી ચલનું કુલ મૂલ્ય 360° દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે.
  • આમ કહી શકાય કે, કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં (દર્શાવવામાં) આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે.
  • વૃત્તાંશ શોધવાની રીત : વૃત્તાંશ = પેટા મૂલ્ય / કુલ મૂલ્ય x 360

વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

  • વર્તુળના 360 વૃતાંશ હોય છે.
  • માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360° થવો જોઈએ.
  • જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેથી સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ-બાજુમાં દોરાય, તો કુલ મૂલ્યના આધારે જે-તે વર્તુળ દોરવામાં આવે છે.
  • નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે.
(2) અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેક્નોલૉજીના ઉપયોગ અંગે સમજૂતી આપો.
  • આધુનિક યુગ એ ટેક્નોલૉજીનો યુગ ગણાય છે. આપણે આપણાં રોજિંદા જીવનમાં વધુ ને વધુ ટેક્નોલૉજીનો ઉપયોગ કરતાં થયાં છીએ. એકબીજા સાથે સંપર્કમાં રહેવા, ચલચિત્રોની ટિકિટો બુક કરાવવા, ગીતો સાંભળવા, ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવા, વસ્તુઓ ખરીદવા, બિલો ભરવા વગેરે માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરીએ છીએ.
  • આ જ રીતે ટેક્નોલૉજીનો ઉપયોગ શિક્ષણમાં પણ કરીએ છીએ. અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે અને માનવજીવન દરેક સમયે બદલાતું રાખવા પડે છે અને તે માટે માનવીને ટેક્નોલૉજી ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
  • અર્થશાસ્ત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી ટેક્નોલૉજીની જાણકારી નીચે મુજબ આપી શકાય :
  • કપ્યુટર ટેક્નોલૉજી: કમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અજાણ નથી. આપણે શાળામાં કમ્પ્યુટરનો ઉપયોગ અવાર-નવાર કરીએ છીએ. ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીનાં ઘરોમાં પણ કમ્પ્યુટર વસાવેલાં હશે જ ! અરે ! હવે તો તમારા મોબાઇલ ફોન પણ કમ્યુટરનું કામ આપી શકે તેવા જોવા મળે છે. આપણા અભ્યાસમાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ તેમ છીએ. જેમ કે,

(i) પ્રેઝન્ટેશન બનાવવા – તૈયાર કરવા માટે :

  • અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ.
  • દા.ત., અંદાજપત્રનો પાઠ સમજવા માટે કે સમજાવવા માટે ત્રણ જ સ્લાઇડ બનાવીને આપણે સમજી કે સમજાવી શકીએ. એક સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ. બીજી સ્લાઇડમાં અંદાજપત્રનાં ખાતાઓની વિગતો અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ અને ઝડપથી યાદ પણ રાખી શકીએ.

(ii) એક્સલ વર્કશીટ :

  • અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે.
  • સંશોધન કરતાં નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુઓની માહિતી મેળવવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુઓના ઉદાહરણો મળે. આવી માહિતી કમ્યુટર પ્રોગ્રામની એક્સલ શીટમાં મૂકીને તેના સરવાળા, સરેરાશ, સહસંબંધ વિશેનાં આંક મૂલ્યો મિનિટોમાં મેળવી શકીએ.
  • એક્સલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે.
  • મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ શીટમાં સહેલાઈથી દોરી શકાય છે.

(iii) આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો :

  • કમ્પ્યુટર ટેક્નોલૉજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય.
  • સામાન્ય વર્ડ ફાઈલમાં પુરવઠા અને માંગરેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે.
  • એક્સલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેને માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી હોવી જોઈએ.

(iv) અભ્યાસ-સામગ્રી સાચવવા માટે :

  • અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન-સામગ્રીની જરૂર પડે છે. ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામગ્રી અનિવાર્ય બને છે. આ સામગ્રીને નોટબુક કે ચોપડીઓમાં સાચવવા માટે જગ્યા તેમજ ચીવટ જોઈએ તેમજ ભેજ, જીવાત વગેરેથી તે બગડી જવાનો ભય રહે પરંતુ આપણે આ સામગ્રીને કમ્પ્યુટરમાં સાચવી શકીએ.
  • ઉપરાંત હાર્ડડિસ્ક કે પેન ડ્રાઇવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય. e-mail માં સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તેને વાંચી શકીએ. આમ, આજીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી શકીએ.
  • આજના સમયમાં Drop-Box, Google Drive, Digi-Locker વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

(v) અન્ય સાધનો :

  • આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, SHAZAM, E-viewss, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે. પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે. આવાં સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદીને ઉપયોગમાં લે છે. પરંતુ કેટલાક સૉફટવેર વિના મૂલ્ય ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઈ શકે છે જેવા કે Gretl, PSPP, R વગેરે.
  • આજના યુગમાં કમ્પ્યુટરનાં મોટા ભાગના બધાં જ કાર્યો ટેબ્લેટ કે મોબાઇલ ફોન દ્વારા પણ થઈ શકે છે.

Leave a Comment